Notice Board
મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માટે રીન્યુઅલ સહાયની અરજી અંગે વિદ્યાર્થીઓ માટે અગત્યની સુચના
1. જે વિદ્યાર્થીઓ અભ્યાસક્રમના પ્રવેશના પ્રથમ વર્ષે શરતચૂકથી અરજી કરી ન શક્યા હોય કે આવક મર્યાદાની પાત્રતા સંતોષતા ન હોવાના કારણે અરજી રીજેક્ટ થયેલ હોય એવા વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસક્રમના બાકીના સમયગાળા માટે રીન્યુઅલ સહાયમેળવવા માટે તેમજજે વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષે સહાય મળેલ હોય પરંતુ પછીનાં કોઈ વર્ષે રીન્યુઅલ સહાય માટે અરજી કરવાનું ચૂકી ગયા હોય કે રીન્યુઅલ સહાય માટેની પાત્રતા સંતોષતા ન હોવાના કારણે અરજી રીજેક્ટ થયેલ હોય અને તે પછીનાં વર્ષે પાત્રતાનાં ધોરણો સંતોષતા હોય તો અભ્યાસક્રમના બાકીના સમયગાળા માટે યોજનાનો લાભ મેળવવા માટે“DELAYED STUDENTS”લિંક પર અરજી કરવાની રહે
2. વર્ષ ૨૦૧૯ કે તે પછીનાં વર્ષે ઉચ્ચ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને જ માત્ર વર્ષ ૨૦૨૩-૨૪ ની રીન્યુઅલની સહાય મળવાપાત્ર હોય આ લિંક પર ઓનલાઈન અરજી કરવાની રહેશે..
3. રીન્યુઅલ સહાય માટે અરજી કરવા માટે ઠરાવની પાયાની લાયકાત ધ્યાને લેવામાં આવશે.
4. આ લિંક માત્ર "DELAYED STUDENTS" માટે શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ ની માત્ર રીન્યુઅલ સહાયની અરજી માટે છે. જેથી વિદ્યાર્થીઓને અગાઉની સહાય મળવાપાત્ર રહેશે નહી.
5. વર્ષ ૨૦૧૯ માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ 4th રીન્યુઅલ સહાય માટે ,વર્ષ ૨૦૨૦માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ 3rd રીન્યુઅલ સહાય માટે, વર્ષ ૨૦૨૧ માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ 2nd રીન્યુઅલ સહાય માટે અને વર્ષ ૨૦૨૨ માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ 1st રીન્યુઅલ સહાય માટે અરજી કરી શકશે.
Renewal Application for delayed students who have never applied for CMSS.